Help & Support   |   Register Now   |   Login Now     

ફોર્ચ્યુનની 100 સૌથી ઝડપથી પ્રગતિ કરતી કંપનીઓની યાદીમાં નેચરલ હેલ્થ ટ્રેન્ડ્સ પ્રથમ સ્થાને. ફેસબુક બીજા અને એમેઝોન ત્રીજા સ્થાને.

ભારત અને બેલારુસે વિવિધ ક્ષેત્રે સહયોગ સંબંધી 10 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.

ફોર્સ મોટર્સના અધ્યક્ષ અભય ફિરોદિયા ઓટોમોબાઇલ ઈંડસ્ટ્રી બોડી (Society of Indian Automobile Manufacturers)ના નવા અધ્યક્ષ ચૂંટાયા.

ભારતીય બેડમિન્ટન સંઘ પ્રકાશ પાદુકોણેને રમતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પ્રથમ ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરશે.

પેટીએમ પેમેન્સ્દ બેંકે રુપે આધારિત ડિજિટલ ડેબિટ કાર્ડ લાવવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી.

16 સપ્ટેમ્બર : વિશ્વ ઓઝોન દિવસ અથવા ઓઝોન સ્તરની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય દિવસ.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ગોવાથી ભારતીય નેવિના નેવલ સેલિંગ વેસલ INSV તારિણીને ઝંડી દેખાડીને રવાના કરી. આમાં તમામ મહિલા ક્રૂ સામેલ છે.

અમદાવાદના આઈટી ઓફિસર વિજય કુમાર સિંઘ વિશ્વમાં સૌથી ઊંચાઈએ યોજાતી લડાખ મેરેથોન જીત્યા.

નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની આધારશિલા રાખી.

DRDOએ દેશમાં જ વિકસિત ત્રીજી પેઢીની એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ નાગનું સફળ પરીક્ષણ કર્યું.