Help & Support   |   Register Now   |   Login Now     

ઈ.સ. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વાયુસેનાનું નેતૃત્વ કરનાર માર્શલ અર્જન સિંહનું નિધન.

મર્સિડીઝ અરાઓઝ પેરુના નવા વડાપ્રધાન ઘોષિત.

એસ. એસ. રાજામૌલી તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન માટે પ્રતિષ્ઠિત એએનઆર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત.

રજનીકાંત મિશ્રા સશસ્ત્ર સીમા બળ (SSB)ના ડિરેક્ટર જનરલ નિયુક્ત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદી પર બનાવાયેલ સરદાર સરોવર બંધ દેશને સમર્પિત કર્યો.

વડાપ્રધાન મોદીએ અમરેલીમાં 175 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ કર્યું.

વડાપ્રધાન મોદીએ અમરેલીમાં રાજય અને કેન્દ્ર સરકારની આર્થિક સહાયથી બની રહેલા ભારતના સૌથી મોટા હની પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું.

વાય સી મોદી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના પ્રમુખ નિયુક્ત.

ગુગલે ભારતમાં પોતાની મોબાઈલ પેમેન્ટ સેવા તેઝ શરૂઆત કરી.

મહેન્દ્ર સિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 79 રનના દાવ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અર્ધસદીની સદી પૂર્ણ કરી.