Help & Support   |   Register Now   |   Login Now     

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારની યાત્રાએ. બંને દેશો વચ્ચે 11 સમજૂતીઓ પર હસ્તાક્ષર.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના રાજકોટમાં સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ યોજના (સૌની યોજના) લિંક-4ના બીજા ચરણનો શિલાન્યાસ કર્યો.

કેનીથ જસ્ટર ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે નિયુક્ત.

દવા કંપની નોવાર્ટીસે વસંત નરસિમ્હનને પોતાના CEO નોમીનેટ કર્યા.

પી આર શેષાદ્રી કરુર વૈશ્ય બેંકના MD તથા CEO નિયુક્ત.

ભારતની કોનસામ ઉર્મિલા દેવીએ કોમનવેલ્થ યુથ (બાળકો અને બાલિકાઓ) વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપના 44 કિગ્રા વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

રિઝર્વ બેંકે એચડીએફસી બેંકને ડોમેસ્ટીક સ્તરે મહત્વપૂર્ણ બેંકોની સુચિ ડી-એસબીઆઈમાં સામેલ કરી. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંકની સાથે સૂચિમાં હવે 3 બેંક થઇ.

લેફ્ટનન્ટ જનરલ સંજય કુમાર ઝા આઈએમએ (ઇન્ડિયન મિલેટ્રી એકેડમી), દેહરાદુનના નવા કમાન્ડન્ટ નિયુક્ત.

ભારત અને નેપાળે નેપાળના પશ્ચિમ ભાગમાં પોતાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્ય કિરણ શરુ કર્યો.

રોહનકપૂર અને કૂહૂ ગર્ગની જોડીએ હેલાસ ઓપન આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સિરીઝનો ખિતાબ જીત્યો.