Help & Support   |   Register Now   |   Login Now     

કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે સેવાનિવૃત્ત રાજીવ મહર્ષિ ભારતના નવા કંપ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ તરીકે નિયુક્ત.

5 સપ્ટેમ્બર : શિક્ષક દિન. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. એસ.રાધાકૃષ્ણનનો જન્મ દિવસ.

જાણીતા અર્થશાસ્ત્રી રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો.

ભારતનો જીડીપી વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં ઘટીને 5.7% થયો. જે ત્રણ વર્ષના નીચલા સ્તરે છે.

સુનીલ અરોડા ભારતના નવા ચૂંટણી કમિશનર નિયુક્ત. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતી છે.

ભારતવંશી જે વાય પિલ્લાઇ સિંગાપુરના કાર્યવાહક રાષ્ટ્રપતિ નિયુક્ત.

9મું બ્રિકસ શિખર સંમેલન ચીનના શિયામેનમાં શરુ. સંમેલનનો વિષય ‘બ્રિકસ : સ્ટ્રોંગર પાર્ટનરશિપ ફોર અ બ્રાઇટર ફ્યુચર’.

આર કે રાઘવન સાયપ્રસ ગણરાજ્યમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત.

રાજીવ ગાબાએ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે પદભાર સંભાળ્યો.

ટાયર કંપની બ્રિજસ્ટોન ઇન્ડિયાએ બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા.