Help & Support   |   Register Now   |   Login Now     

8 સપ્ટેમ્બર : વિશ્વ સાક્ષરતા દિવસ. પ્રથમ સાક્ષરતા દિવસ 1966 માં ઉજવાયો હતો.

મર્સીડીઝના લુઇસ હેમિલ્ટને ઇટાલિયન ગ્રા. પ્રી. જીતી.

નિર્મલા સીતારમણ દેશનાં પ્રથમ મહિલા પૂર્ણકાલીન રક્ષા મંત્રી બન્યાં.

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડીને મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 સ્ટમ્પિંગ કરનાર પ્રથમ વિકેટ કીપર બન્યો.

વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી એક્સ-રે લેઝર-યુરોપીયન એક્સ-રે ફ્રી ઈલેક્ટ્રોન લેઝરનું જર્મનીના હેમ્બર્ગમાં અનાવરણ કરવામાં આવ્યું.

બિલ ગેટ્સ સ્પેનિશ વસ્ત્ર બ્રાન્ડ જારાના સહ-સંસ્થાપક અમાંસિયો ઓર્ટેગાને પછાડીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા.

સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિ. (સીસીએલ)ના પ્રમુખ ગોપાલ સિંહને કોલ ઇન્ડિયા લિ.ના CMD નો વધારાનો હવાલો.

સ્વીડનની સંરક્ષણ ક્ષેત્રની દિગ્ગજ કંપની ‘સાબ’એ સંરક્ષણ સંબંધી વિનિર્માણ માટે ભારતના અદાણી ગ્રુપ સાથે ગઠબંધનની ઘોષણા કરી.

રાજીવ કુમારે નાણાકીય સેવા સચિવનો પદભાર સંભાળ્યો.

CSIR (Council of Scientific and Industrial Research) દુનિયાનું 9મું સૌથી સારું સરકારી સંગઠન બન્યું.