Help & Support   |   Register Now   |   Login Now     

NATOનો સૌથી મોટો સૈન્ય અભ્યાસ ‘ટ્રાઈડેંટ જંક્ચર 2018’ નોર્વેમાં શરૂ.

સેહલ-વર્ક જેવડે ઇથોપિયાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં.

મણિપુરી નૃત્યના શ્રી રાજકુમાર સિંઘજીત સિંહને 2014, બાંગ્લાદેશના સાંસ્કૃતિક સંગઠન ‘છાયાયાન’ને 2015 અને મૂર્તિકાર શ્રી રામ વંજી સુતારને 2016 માટે ટાગોર પુરસ્કાર.

27 ઓક્ટોબર: વિશ્વ શ્રવ્ય-દ્રશ્ય વિરાસત દિવસ. આ વર્ષનો વિષય: તમારી વાર્તા ચાલી રહી છે.

કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથન પ્રથમ ‘વિશ્વ કૃષિ પુરસ્કાર’થી સન્માનિત. UN એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા તેમની સરાહના ‘ધ ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજી’ તરીકે કરાઈ.

મહિલા-બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિલ્હીમાં પાંચમા ‘વિમેન ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટીવલ’નું આયોજન.

અમરેલી જિલ્લાના ભોરીંગણાના કવિ વિનોદ જોશીને 25મો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત. 1.51 લાખ રૂપિયા તથા નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા અપાઈ.

દોહામાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ શરૂ. પ્રથમ વાર મિડલ ઇસ્ટના દેશમાં યોજાઈ. આ ટોક્યો ઓલિમ્પિક-2020ની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ પણ છે.

વન-ડે સીરીઝમાં ભારત 950 વન-ડે મેચ રમનાર પ્રથમ દેશ બન્યો.

ઇડીએ PNB કૌભાંડ કેસમાં હોંગકોંગમાં નિરવ મોદીની 255 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી.