Help & Support   |   Register Now   |   Login Now     

તેજપુર યુનિવર્સિટીના પ્રોફેસર આશિષ મુખર્જીએ ‘ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી ટિચર એવોર્ડ 2018’ મેળવ્યો.

અમદાવાદના યોગેશ શાહે ઓલ ઇન્ડિયા સિનિયર્સ ટેનિસમાં 55થી વધુ ઉમરના ખેલાડીઓની કેટેગરીમાં સિંગલ્સ ટાઈટલ મેળવ્યું.

SBIનાં પૂર્વ ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્ય વિપ્રોના બોર્ડમાં ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર નિયુક્ત.

બેંગલુરુમાં શરૂ થયેલ દેશનું પ્રથમ બીટકોઈન એટીએમ જપ્ત, યુનિકોઈનના કો-ફાઉન્ડર બી. વી. હરીશની ધરપકડ.

મિતાલી રાજ T20માં અણનમ 105 રન બનાવીને ભારતની સૌથી વધુ રન કરનાર ખેલાડી બની. સ્મૃતિ રંધાનાનો 102 રનનો રેકોર્ડ તોડ્યો.

CBI ડિરેક્ટર આલોક વર્મા, સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલાયા. એમ. નાગેશ્વર CBIના ઇન્ટરીમ ડિરેક્ટર તરીકે નિયુક્ત.

ઝાયડસ કેડિલા ગ્રુપની કેડિલા હેલ્ધકેર અને ઝાયડસ વેલનેસે સંયુક્ત પણે હેઇન્ઝ ઇન્ડિયાને 4595 કરોડમાં ખરીદી. કેડિલા હેલ્ધકેર દેશની ચોથી સૌથી મોટી ફાર્મા કંપની.

સુપ્રીમ કોર્ટ: એપ્રિલ 2020થી BS-6 કાર જ વેચાશે. 31 માર્ચ 2020 બાદ BS-4 ગાડીઓનું રજીસ્ટ્રેશન બંધ કરાશે.

વિરાટ કોહલી વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો. 10,000 રન બનાવનારો ભારતનો પાંચમો અને દુનિયાનો 13મો બેટ્સમેન.

PM મોદીએ સિયોલ શાંતિ પુરસ્કાર 2018 જીત્યો. આની સ્થાપના 1990માં સિયોલ, કોરિયા ગણરાજ્યમાં યોજાયેલ 24મા ઓલિમ્પિક્સની સફળતાની ઉજવણી માટે કરાઈ હતી.