Help & Support   |   Register Now   |   Login Now     

UAE નિર્મિત ઉપગ્રહ ‘ખલીફાસેટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ’ જાપાન દ્વારા લોન્ચ.

ચીન અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત પ્રથમ ઉપગ્રહ ‘ચીન-ફ્રાન્સ સમુદ્ર વિજ્ઞાન ઉપગ્રહ’ (CFOSAT) ચીન દ્વારા લોન્ચ.

ઉત્તર ઇન્ડોનેશિયામાં ‘લિટલ ઇન્ડિયા ગેટ’નું ઉદઘાટન કરવામાં આવ્યું.

મુંબઈમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 224 રનના જંગી વિજય સાથે વનડેમાં ભારતનો ત્રીજો સૌથી ઓટો વિજય. ભારતનો ઘરઆંગણે સૌથી મોટા વિજયનો રેકોર્ડ.

પદ્મ શ્રી વિજેતા પ્રસિદ્ધ ઉર્દૂ લેખક અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગના પૂર્વ પ્રમુખ, પ્રથમ ગાલિબ એકેડમી પુરસ્કાર વિજેતા પ્રોફેસર કાઝી અબ્દુલ સત્તારનું નિધન.

RBIએ HDFC બેંકના MD તરીકે ફરીથી આદિત્ય પૂરીની નિયુક્તિને મંજૂરી આપી.

31 ઓક્ટોબર: સરદાર પટેલની જન્મ જયંતી. રાષ્ટ્રીય એકતા દિવસ. PM મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ.

ભારત સરકારે નવી ટેલિકોમ પોલીસી અંતર્ગત ટેલિકોમ કમિશનનું નવું નામ ‘ડિજિટલ કોમ્યુનિકેશન કમિશન’ કર્યું.

કેરળના કોચીન શિપયાર્ડમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતના સૌથી મોટા ડ્રાય ડોકનો પાયો નાખ્યો.

કેન્યાના અબ્રાહમ કિપ્ટમે 58 મિનિટમાં હાફ મેરેથોન રેસ જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.