Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય મૂળનાં અમેરિકન નીલ ચેટરજી અમેરિકાના ઊર્જા નિયામક આયોગનાં વડા નિયુક્ત. આ આયોગ પાવરગ્રીડ અને ઊર્જા યોજનાઓની દેખરેખ રાખે છે.

વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ.

પીપાવાવ પોર્ટ ખાતે તૈયાર કરાયેલ કોસ્ટગાર્ડના નવા તાલીમ જહાજ ‘વરુણ’નું લોન્ચિંગ. 20 નોટિકલ માઈલ/કલાક ઝડપ, 105 મી. પહોળું, લગભગ 242 લોકોને સમાવવા સક્ષમ.

કેન્દ્રએ પાડોશી દેશના લઘુમતીને નાગરિકત્વ આપવા માટે 7 રાજ્યના 16 કલેક્ટર્સને છૂટ આપીજેમાં ગુજરાતના અમદાવાદ, કચ્છ, ગાંધીનગરનો સમાવેશ.

વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં વિમેન્સ સિંગલમાં પી. વી. સિંધૂ બીજા ક્રમે. તાઈપેઈ (ચીન)ની તાઈ ત્ઝુ યીંગ પ્રથમ ક્રમે.

માન્ચેસ્ટર સિટી યુરોપિયન ટુર્નામેન્ટમાં શખ્તાર દોનેત્સ્ક ક્લબને ઘરઆંગણે હરાવનાર પ્રથમ ઇંગ્લિશ ક્લબ બની.

UAE અને અમેરિકા વચ્ચે સૈન્ય અભ્યાસ ‘આયરન મેજિક 19’ શરૂ.

મલયાલમ લેખક બેન્યામિને પોતાના પુસ્તક ‘જેસ્મિન ડેઝ’ માટે સાહિત્યનો પ્રથમ JCB પુરસ્કાર જીત્યો.

‘વર્લ્ડ કો-ઓપરેટીવ મોનિટર 2018’ રિપોર્ટ અનુસાર ઇફકો (IFFCO) વિશ્વની સૌથી મોટી કો-ઓપરેટીવ કંપની. IFFCO પાસે લગભગ 36,000 સહકારી સમિતિ.

NSE ઇન્ડેક્સ લિ.એ ‘નિફટી 500 વેલ્યુ 50’ નામની નવી ઇન્ડેક્સ લોન્ચ કરી.