Help & Support   |   Register Now   |   Login Now     

વરુણ ધવન મારુતિ સુઝુકી એરિના ચેનલનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

જાપાનના ઓકિનાવા ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય મથક હટાવવાના મુદ્દે જનમત સંગ્રહ થયો.

લેટેસ્ટ ફીફા રેન્કિંગમાં બેલ્જીયમ વિશ્વની ટોચની ફૂટબોલ ટીમ. ભારત 97મા ક્રમે. 5 વખત ફીફા વર્લ્ડકપ ચેમ્પિયન જર્મની 14મા ક્રમે.

જેલમાં કેદ યુક્રેનિયન ફિલ્મ નિર્માતા ઓલેગ સેંટોવ યુરોપિયન સંઘ દ્વારા સખારોવ માનવાધિકાર પુરસ્કારથી સન્માનિત.

કૈગા જનરેટિંગ સ્ટેશને સૌથી લાંબા સમય (895 દિવસ) સુધી પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWR) વાળા એકમોના નિર્વિઘ્ન સંચાલનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

23 વર્ષીય ભારતીય વૈજ્ઞાનિક રૂપમ શર્માએ વર્લ્ડ હેલ્ધ સમિટ સ્ટાર્ટઅપ એવોર્ડ 2018 જીત્યો.

શ્રીલંકા: રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ રાનિલ વિક્રમસિંઘેને વડાપ્રધાન પદેથી હટાવ્યા. મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન તરીકે શપથ લીધા.

સતીશ કુમાર ગુપ્તા પેટીએમ પેમેન્ટ્સ બેંકના MD અને CEO નિયુક્ત.

બિહારના શિક્ષણ પ્રોજેક્ટ ‘ઉન્નયન બાંકા’એ CAPAM એવોર્ડ-2018 જીત્યો.

11મું આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન દિલ્હીમાં યોજાયું.