Help & Support   |   Register Now   |   Login Now     

પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ અસ્મા જહાંગીરે મરણોપરાંત ત્રણ અન્ય વિજેતાઓ સાથે UN માનવાધિકાર પુરસ્કાર જીત્યો.

ભારત અર્થ મુવર્સ લિ. (BEML)એ ટોપ ચેલેન્જર્સ એવોર્ડ 2018 મેળવ્યો.

ભારતીય રેલવે લદ્દાખથી દિલ્હીને જોડતી દુનિયાની સૌથી ઊંચી રેલ લાઈન બનાવશે.

ઇન્ડિયા B ટીમને હરાવીને ઇન્ડિયા C ટીમે દેવધર ટ્રોફી જીતી.

ઓસ્ટ્રેલિયામાં સિડની, બ્રિસ્બન બાદ વિક્ટોરિયા સરકાર દ્વારા હવે વિક્ટોરિયા સ્કૂલ ઓફ લેન્ગવેજીસ (VSL)માં ગુજરાતી વર્ગો શરૂ.

ગુજરાતમાં ઘોઘા-દાહેજ રો-પેક્સ ફેરી સેવા શરૂ. 360 કિ.મી.નું અંતર ઘટીને 31 કિ.મી. થશે. 500 મુસાફરો, 80 ટ્રક, 100 પેસેન્જર વાહનોની ક્ષમતા.

ઈસરોના બેંગલુરુ સ્થિત હેડકવાર્ટરમાં ચંદ્રયાન 2ના લેન્ડર ‘વિક્રમ’ દ્વારા ચંદ્રની ધરતી પર ઉતરાણ માટેનો ‘ધ લેન્ડર એક્યુટર પરફોર્મન્સ ટેસ્ટ’ સફળ.

સ્વિતોલિના WTA ફાઈનલ્સમાં પહોંચનાર યુક્રેનની પ્રથમ ખેલાડી બની.

મિત્તલના નેતૃત્વવાળી કંપની આર્સેલર મિત્તલ 42,000 કરોડ રૂપિયામાં એસ્સાર સ્ટીલ હસ્તગત કરશે.

સૌરવ કોઠારીએ વિશ્વ બિલિયર્ડસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.