Help & Support   |   Register Now   |   Login Now     

USમાં વિનાશ વેર્યા બાદ યુતુ વાવાઝોડું ફિલિપાઇન્સ પહોંચ્યું.

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અયિકા મુખરજીએ ITTF ચેલેન્જ બેલ્જિયમ ઓપન અન્ડર-21 વિમેન્સ સિંગલ્સનો સિલ્વર મેડલ જીત્યો.

રોજર ફેડરરે બેસલમાં યોજાયેલ સ્વિસ ઇન્ડોરર્સનો ખિતાબ જીત્યો.

કપુરથલા (પંજાબ)ની પુષ્પા ગુજરાલ સાયન્સ સિટીમાં ભારતની પ્રથમ રોબોટિક ડાયનાસોર ગેલેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું.

એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકી (પુરુષ)માં ભારત પાકિસ્તાન સંયુક્ત ચેમ્પિયન. વરસાદના કારણે ફાઈનલ મેચ ન રમી ન શકાતાં બંને ટીમ સંયુક્ત વિજેતા.

સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી અભય વસંત અશ્તેકરને અમેરિકન ફિઝિકલ સોસાયટી દ્વારા સામાન્ય સાપેક્ષતામાં સનાતન યોગદાન આપવા બદલ આઇન્સ્ટાઇન પુરસ્કાર.

વર્ષના અંત સુધીમાં 3 લાખ ભારતીયોને ડિજિટલ સુરક્ષાની તાલીમ આપવા માટે ફેસબુકે ડિજિટલ સાક્ષરતા લાઈબ્રેરી લોન્ચ કરી.

બાંગ્લાદેશનાં પૂર્વ PM ખાલિદા ઝિયાને પોતાના ટ્રસ્ટમાં અજ્ઞાત સ્રોતોમાંથી ફંડ અપાવવા બદલ સાત વર્ષની સજા.

7 મહાદ્વીપમાં સ્કાઈડાઈવ કરનાર જલગાંવની શીતલ મહાજનને ફેડરેશન ઓફ એરોનોટિકલ ઇન્ટરનેશનલ તરફથી ગોલ્ડ મેડલ.

વિશ્વની સૌથી જૂની અને અઘરી હોર્સરેસ ‘ગ્રાન્ડ વેલ્કા પારડુબિસ સ્ટીપલચેસ હોર્સરેસ’માં ચેક રિપબ્લિકનો જેનમ પાંચમી વખત ચેમ્પિયન બન્યો.