Help & Support   |   Register Now   |   Login Now     

બજરંગ પુનિયા વર્લ્ડ કુશ્તી ચેમ્પિયનશીપમાં સીડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો

BOBના MD અને CEO પી. એસ. કુમારનો કાર્યકાળ એક વર્ષ સુધી વધારવામાં આવ્યો.

ઇન્ડોનેશિયાના જાવા અને બાલીમાં 6ની તીવ્રતાનો ભૂકંપ.

પેરા ઓલિમ્પિકમાં મિક્સ ટીમ ઇવેન્ટમાં તબાબી દેવી સિલ્વર મેડલ જીતીને એક જ ગેમ્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની.

એશિયન પેરા ગેમ્સ પુરુષ હાઈ જંપ: શરદ કુમારે ગોલ્ડ, વરુણ ભાટીએ સિલ્વર, થાંગવેલુ મરિયપ્પને કાંસ્ય જીત્યા. પ્રથમ વાર કોઇ રમતમાં ત્રણેય મેડલ ભારતીય ખેલાડીઓએ જીત્યા.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો રજત જયંતી સમારોહ નવી દિલ્હીમાં યોજાયો. સેવાનિવૃત્ત ન્યાયાધીશ એચ. એલ. દત્તુ NHRCના અધ્યક્ષ છે.

ગંગાને બચાવવા જીવન સમર્પિત કરનાર IIT, કાનપુરના પૂર્વ પ્રોફેસર જી. ડી. અગ્રવાલ (સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ)નું નિધન. છેલ્લા 111 દિવસોથી આમરણ ઉપવાસ પર હતા.

વિશ્વ બેંક દ્વારા જારી વિશ્વ વિકાસ રિપોર્ટ-2019 અંતર્ગત માનવ મૂડી સૂચકાંક (HCI)માં ભારત 115મા ક્રમે.

પુરુષોના હોકી વિશ્વ કપ માટે કાચબો ‘ઓલી’ શુભંકર (મેસ્કોટ). આ વિશ્વ કપ ભુવનેશ્વરના કલિંગ સ્ટેડિયમમાં યોજાશે.

પ્રવીણ શ્રીવાસ્તવ ભારતના મુખ્ય સાંખ્યિકીવિદ અને સાંખ્યિકી મંત્રાલયના સચિવ નિયુક્ત.