Help & Support   |   Register Now   |   Login Now     

ICC ગ્લોબલ વિમેન્સ T20I ટીમ રેન્કિંગમાં ભારત પાંચમા ક્રમે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે.

IA-IGC (ઈન્ડિયા-અઝરબૈજાન ઇન્ટર-ગવર્નમેન્ટલ કમિશન ઓન ટ્રેડ એન્ડ ઇકોનોમિક, સાયન્સ એન્ડ ટેકનોલોજી કો-ઓપરેશન)ની 5મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ.

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે નવી દિલ્હીમાં CIC (સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન)ના 13મા સંમેલનનું ઉદઘાટન કર્યું.

SBIએ NBI (નેશનલ બેન્કિંગ ઇન્સ્ટીટયુટ), કાઠમંડુના માનવ સંસાધન વિકાસ માટે NBI સાથે સમજૂતી કરી.

UNICEF અને WHOએ ફરીથી ભારતને પોલિયો મુક્ત ગણાવ્યું.

ભારતમાં જીકા વાયરસનો સૌથી વધુ પ્રકોપ જયપુરમાં.

એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજીમાં હરવિંદર સિંહે મેન્સ ઇન્ડિવિજ્યુઅલ રિકર્વ ગોલ્ડ જીત્યો.

એશિયન પેરા ગેમ્સમાં ઈરાનની એલ્નાઝ ડારાબિયને ડિસ્કસ થ્રોમાં એશિયન રેકોર્ડ સાથે સુવર્ણ મેળવ્યો.

એશિયન પેરા ગેમ્સમાં દીપા મલિકે વિમેન્સ F51/52/53 ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

સરકારે ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમ ઇક્વિપમેન્ટ્સ પરની કસ્ટમ ડ્યુટી 10%થી વધારીને 20% કરી.