Help & Support   |   Register Now   |   Login Now     

સુનીલ ભાસ્કરન એર-ઇન્ડિયા એશિયાના CEO અને MD નિયુક્ત.

15 ઓક્ટોબર: રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ. વર્ષ 2016થી કૃષિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો.

15 ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય ગ્રામ્ય મહિલા દિવસ. વિષય - લૈંગિક સમાનતા અને ગ્રામ્ય મહિલાઓ તથા છોકરીઓના સશક્તિકરણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેવાઓ અને સામાજિક સુરક્ષા.

યુથ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેને બેડમિન્ટનમાં સિલ્વર, મલ્ટીનેશન ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.

વિદેશ મંત્રાલયે ‘માનવતા કે લિએ ભારત’ પહેલ શરૂ કરી.

ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (GIFF)માં પાર્ટનર સ્ટેટ તરીકે ઝારખંડ રાજ્ય હશે.

ભારતે ખેતી અને એલાઈડ ક્ષેત્ર માટે લેબનોન સાથે સમજૂતી કરી.

કેન્દ્રીય મંત્રી મંડળે પર્યટન ક્ષેત્રે ભારત અને રોમાનિયા વચ્ચે સમજૂતીને મંજૂરી આપી.

SBI નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પાસેથી સ્ટાન્ડર્ડ લોન્સ ખરીદવાનું પોતાનું લક્ષ્ય ત્રણ ગણું કરશે, જે 2019માં 45,000 કરોડ રૂપિયા જેટલું થશે.

અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટમાં યુક્રેનનો ક્રિસ્ટીવ માર્ટીન પ્રથમ ક્રમે. ભારતનો વિજ્ઞેશ બીજા ક્રમે.