Help & Support   |   Register Now   |   Login Now     

એશિયન પેરા ગેમ્સમાં અમિત કુમારે ક્લબ થ્રો F51માં, નીરજ યાદવે જેવલિન થ્રો F55માં ગોલ્ડ મેળવ્યો.

ગુજરાતની પારુલ પરમારે એશિયન પેરા બેડમિન્ટનમાં મહિલા એકલનો સુવર્ણ ચંદ્રક જીત્યો.

13 ઓક્ટોબર: ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શન. આ વર્ષનો વિષય સેંડાઈ ફ્રેમવર્કના સાત લક્ષ્યો પર કેન્દ્રિત ‘સેંડાઈ સેવન’ પર આધારિત છ.

દેશનું પ્રથમ ઇન્ડિયા-ઇઝરાયેલ ઇનોવેશન સેન્ટર (IIIC) બેંગલુરુમાં શરૂ કરાયું. આ એક ઉદ્યમી ટેકનોલોજી હબ છે.

પ્રસિદ્ધ સંગીતકાર અન્નપૂર્ણા દેવીનું નિધન. તેઓ શાસ્ત્રીય સંગીતનાં એક ભારતીય સુરબાહર વાદક હતાં.

અરુણ કુમાર રથ ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના CEO નિયુક્ત.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે મહારાષ્ટ્રમાં પોતાનું નવું કેન્દ્ર શરૂ કર્યું.

એમવેએ મિલિંદ પંતને પોતાના પ્રથમ CEO નિયુક્ત કર્યા. એમવેનું સહ નેતૃત્વ વાન એન્ડલ અને ડોગ ડીવોસ કરે છે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (JHI)-2018 અનુસાર ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયના લગભગ 21% બાળકો કુપોષિત. 119 દેશોમાંથી ભારત 103મા ક્રમાંકે.

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ બેનામી જમીનોના સોદાઓમાં લાલુ યાદવની સંડોવણીને દર્શાવતા પુસ્તક ‘લાલુ લીલા’નું અનાવરણ કર્યું.