Help & Support   |   Register Now   |   Login Now     

ભુવનેશ્વરમાં હોકી વર્લ્ડ કપનું ઉદઘાટન. ભારત 1975 બાદ ક્યારેય વર્લ્ડ કપ જીત્યું નથી. પાકિસ્તાન સૌથી વધુ 4 વખત ચેમ્પિયન.

ડેવિસ કપ ચેમ્પિયનશિપ ક્રોએશિયાએ જીતી. ક્રોએશિયાએ બીજી વખત ડેવિસ કપ ટાઈટલ મેળવ્યું.

આયુષ ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)ને લાગુ કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુનીલ અરોડાને નવા CEC (Chief Election Commissioner) નિયુક્ત કર્યા.

ભારત સરકારે વયોવૃદ્ધ લેખક-વક્તા-ચિંતક નગીનદાસ સંઘવીને કલમ દ્વારા સમાજોપયોગી પ્રવૃત્તિ માટે 2018ના વયોવૃદ્ધ સન્માનથી વિભૂષિત કર્યા.

વૈજ્ઞાનિકોએ ત્રીજા હાથ તરીકે વાપરી શકાય તેવો રોબોટિક આર્મ બનાવ્યો. તેને આર્મ-અ-ડાઈન નામ આપવામાં આવ્યું છે.

મનુ ભાકરે રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર સ્પોર્ટ્સ પિસ્ટલમાં બે સુવર્ણ જીત્યા.

ભારતીય ક્રિકેટર હરમનપ્રીત કૌરની ICC વિમેન્સ વર્લ્ડ T 20 XIની કેપ્ટન તરીકે પસંદગી.

સંજય કુમારે વૈશ્વિક ભૂ-સ્થાનિક ઉદ્યોગ રાજદૂત પુરસ્કાર મેળવ્યો.

IFFIમાં યુનેસ્કો ગાંધી પદક-2018 માટે 12 ફિલ્મોની પસંદગી કરાઈ જેમાં બે ભારતીય ફિલ્મો પૈકી તમિલ ફિલ્મ ‘બારામ’ અને લદ્દાખી ફિલ્મ ‘વોકિંગ વિથ ધ વિન્ડ’ છે.