Help & Support   |   Register Now   |   Login Now     

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ક્લબ યુવેન્ટસ તરફથી સૌથી ઝડપી 10 ગોલ કરનાર ખેલાડી બન્યો.

ઓરેકલના માજી પ્રોડક્ટ ચીફ ભારતીય મૂળના થોમસ કુરિયન ગુગલ કલાઉડ ડિવિઝનના નવા પ્રમુખ. તેમણે ડાઈએન ગ્રીનની જગ્યા લીધી.

RIMES (Regional Integrated Multi-Hazard Early Warning System)એ આફ્રિકા અને એશિયા માટે ચક્રવાત તિતલીને ‘રેયરેસ્ટ ઓફ ધ રેયર ચક્રવાત’ ઘોષિત કર્યુ.

ચીનમાં હાઈસ્પીડ ટ્રેન માટે પ્રથમ અંડર સી ટનલ બંધાશે. જે નિંગ્બો શહેરને પૂર્વ ઝેજિયાંગમાં આવેલ ટાપુ શહેર ઝાઉશન સાથે જોડશે.

અયોધ્યામાં ભગવાન રામની પિત્તળની 151 મીટર ઊંચી ભવ્ય મૂર્તિ સ્થપાશે. છત્રીની 20 મીટર અને પેડેસ્ટલની 50 મીટર ઊંચાઈ સહિત સમગ્ર ઊંચાઈ 221 મીટર હશે.

પૂર્વ રેલ મંત્રી સી. કે. જાફર શરીફનું નિધન. પી. વી. નરસિંહા રાવ સરકારમાં તેઓ 1991થી 1995 સુધી રેલમંત્રી પદે રહ્યા હતા.

બિહારના CM નીતીશ કુમારે નાલંદા જિલ્લાના રાજગીરમાં બુદ્ધની 70 ફીટ લાંબી પ્રતિમાનું અનાવરણ કર્યુ. આ દેશમાં બુદ્ધની બીજી સૌથી ઊંચી પ્રતિમા છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને હરાવીને ‘મહિલા વિશ્વ T20’ ખિતાબ જીત્યો.

સમીર વર્માએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી. સતત બે વખત આ ટાઈટલ મેળવનાર તે પ્રથમ ખેલાડી બન્યો.

ભવાની દેવીએ ‘સિનીયર કોમનવેલ્ધ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં સાબ્રે ઇવેન્ટમાં સુવર્ણ જીત્યો. કોમનવેલ્ધમાં ફેન્સિંગનો ગોલ્ડ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની.