Help & Support   |   Register Now   |   Login Now     

મનામા (બહેરીન)માં યોજાયેલ UN વર્લ્ડ ટુર ઓર્ગેનાઈઝેશન (UNWTO) કાર્યકારી પરિષદના 109મા સત્રમાં કેન્દ્રીય પર્યટન મંત્રી કે. જે. અલ્ફોન્સે ભારતનું નેતૃત્વ કર્યું.

નવી દિલ્હીમાં બૌદ્ધિક સંપદા (IP) વિષે ભારત અને યુએસ વચ્ચે બેઠક યોજાઈ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 562 રજવાડાનું મેમોરિયલ બનાવાશે.

પંજાબ પોલીસે ‘ક્રાઈમ એન્ડ ક્રિમીનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ’ (CCTNS) એવોર્ડ જીત્યો.

એસ. એસ. દેસવાલ ઇન્ડિયા-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ના ડિરેક્ટર જનરલ નિયુક્ત.

વિશ્વ બેંકના ‘ડુઈંગ બિઝનેસ રિપોર્ટ 2018’માં 190 દેશોની યાદીમાં ભારત 77મા ક્રમે. ન્યુઝીલેન્ડ પ્રથમ ક્રમે. 2017માં ભારત 100મા ક્રમે હતું.

નાસાએ માનવ જાતિના સૂર્યને સ્પર્શવા માટેના પ્રથમ મિશન ‘પાર્કર સોલાર પ્રોબ’ દ્વારા માનવ નિર્મિત વસ્તુ દ્વારા સૂરજની નજીક પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો.

જાપાન ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સમાં સામેલ.

નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF)એ IDFC ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ લિ.નું અધિગ્રહણ કર્યું.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ‘ધ ઇમર્જિંગ એફલુઅન્ટ સ્ટડી 2018 ક્લાઈમ્બિંગ ધ પ્રોસ્પેરીટી લેડર’ સર્વે અનુસાર ભારત એશિયાની સૌથી વધુ રોકાણ લાયક અર્થવ્યવસ્થા.