Help & Support   |   Register Now   |   Login Now     

અખિલેશ રંજન ન્યુ ડિરેક્ટ ટેક્સ લો ટાસ્ક ફોર્સના સંયોજક નિયુક્ત.

છઠ્ઠો બ્રહ્મપુત્ર ઘાટી ફિલ્મોત્સવ આસામમાં શરૂ.

સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ અઝીઝનું નિધન. તેમણે હિન્દી, બંગાળી અને ઓડિયા ફિલ્મોમાં 2,000થી વધુ ગીતોને પોતાનો સૂર આપ્યો છે.

હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવ યોજાશે. આ મહોત્સવનો ભાગીદાર દેશ મોરેશિયસ હશે. ભાગીદાર રાજ્ય ગુજરાત હશે.

NPCC (નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રકશન કોર્પોરેશન લિ.)ને ભારત સરકાર દ્વારા ‘મિનીરત્ન’નો દરજ્જો અપાયો.

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના વૈશ્વિક વેતન રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયામાં સૌથી વધુ સરેરાશ વાસ્તવિક મજૂરી વૃદ્ધિ ભારતે નોંધાવી.

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કોલકાતાના પ્રોફેસર પુણ્યશ્લોક ભાદુડી ભારત સરકાર દ્વારા ‘સુવર્ણ જયંતી ફેલોશિપ 2017-18’થી સન્માનિત.

રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રક્ષા ક્ષેત્રે બૌદ્ધિક સંપદા અધિકારોમાં આત્મનિર્ભરતા લાવવાના હેતુથી મિશન રક્ષા જ્ઞાન શક્તિ શરૂ કર્યુ.

ભારત અને ચીને ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ (DTAA)માં સુધારો કરવા માટે એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા.

નાસાના ઇનસાઈટ યાને 48.2 કરોડ કિ.મી. અંતર કાપીને મંગળ ગ્રહ પર સફળ લેન્ડીંગ કર્યુ. આ સાથે નાસાએ આઠમી વખત મંગળ પર સફળ લેન્ડીંગ કર્યુ.