Help & Support   |   Register Now   |   Login Now     

જીવાશ્મ વૈજ્ઞાનિકોએ સોરોપોડ પ્રજાતિના ડાયનાસોરની નવી જાતિની શોધ કરી. આને લેવોકૈટીસૌરસ એગરિયોએન્સિસ નામ આપ્યું.

નવી દિલ્હીમાં પ્રથમ ‘એન્યુઅલ સિનીયર કેર કોન્કલેવ-ઇગ્નાઈટિંગ ઇન્ડસ્ટ્રી ફોર ઇન્ડિયાઝ એજિંગ સેક્ટર’ યોજાયું.

ઈઝ ઓફ મુવિંગ ઇન્ડેક્સ 2018 મુજબ સાર્વજનિક પરિવહનની વહનયોગ્યતા બાબતે કોલકાતા અને સૌથી આરામદાયક પરિવહન બાબતે દિલ્હી પ્રથમ ક્રમે.

ભારત અને જાપાને પશ્ચિમ બંગાળમાં તુર્ગ પંપસ્ટોરેજના નિર્માણ માટે એક લોન સમજૂતી કરી.

મલયાલમ ફિલ્મ ‘ઓલુ’ ગોવામાં યોજાનાર 49મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઉદઘાટન ફિલ્મ હશે.

રોહિત શર્મા 11,000 રન કરનાર 11મો ભારતીય બેટ્સમેન બન્યો. 34,357 રન સાથે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને.

રોહિત શર્મા સૌથી ઓછી ઇનિંગ્સમાં 200 છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો.

ફીફા રેન્કિંગમાં ફ્રાન્સને પાછળ રાખી બેલ્જિયમ પ્રથમ ક્રમે. ભારત 97મા ક્રમે.

બોક્સર MC મેરીકોમ મહિલા વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

મહિલા વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપનું 10મું સંસ્કરણ ભારતમાં યોજાશે.