Help & Support   |   Register Now   |   Login Now     

કિર્લોસ્કર ગૃપને નોન-બેંકિંગ નાણાકીય કંપની (NBFC) શરૂ કરવાની RBIની મંજૂરી. કિર્લોસ્કર કેપિટલના ચેરમેન વિમલ ભંડારી બનશે.

અતુલ કુમાર ગોયલ UCO બેંકના MD અને CEO નિયુક્ત.

કતર વિશ્વ કોર્પોરેટ ગેમ્સ 2019ની મેજબાની કરશે.

વિયેતનામ એપ્રિલ 2020માં ફોર્મ્યુલા 1 રેસની મેજબાની કરશે. આ રેસ રાજધાની હનોઈમાં યોજાશે.

રાહુલ દ્રવિડ ICC હોલ ઓફ ફેમની યાદીમાં સ્થાન મેળવનાર ભારતનો પાંચમો ક્રિકેટર બન્યો.

10મો ‘એપીજે સાહિત્ય સમારોહ’ કોલકાતામાં યોજાશે.

IIT મદ્રાસના શોધકર્તાઓએ ભારતના પ્રથમ માઈક્રોપ્રોસેસર ‘શક્તિ’ બનાવ્યું. આનાથી સાઈબર એટેકનું જોખમ ઓછું થશે.

ભારત અને જાપાન વચ્ચે પ્રથમ સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ધર્મ ગાર્ડિયન 2018’ મિઝોરમમાં શરૂ.

પ્રસિદ્ધ મલયાલમ નવલકથાકાર અને લઘુકથા લેખક એમ. મુકુંદનની કેરળ સરકારના સર્વોચ્ચ સાહિત્યિક સન્માન અજુથચાન પુરસ્કાર 2018 માટે પસંદગી.

ભારતીય અને અમેરિકન ઉપગ્રહોએ બાયનરી સ્ટાર સિસ્ટમ ‘4U 1630-47’માં એક બ્લેક હોલની શોધ કરી.