Help & Support   |   Register Now   |   Login Now     

મહારાષ્ટ્ર સરકારે INS વિરાટને ફ્લોટિંગ મ્યુઝિયમમાં ફેરવવાની મંજૂરી આપી. આ જહાજ કોંકણ ક્ષેત્રમાં સિંધુદુર્ગમાં નિવાતી ખડકો પાસે રાખવામાં આવશે.

PM મોદીએ માઈક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઈઝીસ (MSME) માટે કેન્દ્ર સરકારની સપોર્ટ એન્ડ આઉટરીચ પહેલ શરૂ કરી.

ચીને પોતાની સ્વદેશી ‘બેઈડો વૈશ્વિક ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ’ને પ્રોત્સાહન આપવા ઉચ્ચ કક્ષાનો ઉપગ્રહ લોન્ચ કર્યો.

દિલ્હીના 1,100 સિનીયર સિટીઝન્સને મફત તીર્થ યાત્રા માટે દિલ્હી સરકારે ‘મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના’ માટે રેલવે સાથે MoU કર્યા.

ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે ખેડૂતોને સિંચાઈ માટે મદદરૂપ ‘સૌર જલનિધિ’ યોજના શરૂ કરી.

Crack GPSC એપ દ્વારા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

સિમોન બાઈલ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 13 ગોલ્ડ મેડલ જીતનારી દુનિયાની સૌપ્રથમ જીમ્નાસ્ટ બની.

અમેરિકાની 21 વર્ષીય સિમોન બાઈલ્સે કતારમાં યોજાયેલ એથ્લેટીક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇન્ડિવિજ્યુઅલ વોલ્ટ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો.

ગિરિશ રાધેક્રિશ્ના યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની લિ.ના ચેરમેન તથા MD તરીકે નિયુક્ત.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ચેન્નાઈમાં ‘ICGS વરાહ’ નામનું એક નવું ઓફશોર પેટ્રોલ વેસલ લોન્ચ કરવામાં આવ્યું.