Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય શૂટર દિવ્યાંશ સિંહ પંવારે કુવૈતમાં 11મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર રાઈફલ જુનિયર મેન ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો.

ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકૈયા નાયડુએ મલાવીમાં ‘જયપુર ફૂટ’ શિબિરનું ઉદઘાટન કર્યું. આ શિબિર ‘માનવતા માટે ભારત’ કાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવી.

લખનૌમાં નવનિર્મિત ‘ઇકાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ’નું નામ ‘ભારત રત્ન અટલ બિહારી બાજપેઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ’ રાખવામાં આવ્યું.

અનુપમ ખેરને ‘પ્રતિષ્ઠિત ફેલો’ પુરસ્કાર આપવામાં આવ્યો.

અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપી.

સિનીયર પત્રકાર અને ધ હિંદુ પબ્લિશિંગ ગૃપના અધ્યક્ષ એન. રામની પ્રતિષ્ઠિત રાજા રામ મોહન રાય પુરસ્કાર 2018 માટે પસંદગી.

ભારત અને મલાવી વચ્ચે પરમાણુ ઊર્જા, વીઝા છૂટ તથા રાજનાયિકો અને અધિકારીઓ માટે પ્રત્યાર્પણ ક્ષેત્રે MoU.

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે પર્યટન ક્ષેત્રે MoU.

બેડમિન્ટન ખેલાડી સુભાંકર ડેએ જર્મનીમાં સાર્બ્રુકનમાં સારલોરલક્સ ઓપનનો ખિતાબ જીત્યો.

કેસ્પરસ્કાઈ લેબના રિપોર્ટ અનુસાર વેબ સર્ફિંગ સંબંધી જોખમ બાબતે ભારત 12મા સ્થાને.