Help & Support   |   Register Now   |   Login Now     

ભારત-નેપાળ વચ્ચે ‘બ્રોડ ગેજ’ પર ચાલતી પ્રથમ પેસેન્જર ટ્રેન શરૂ થશે. આ ટ્રેન નેપાળના ધનુસા જિલ્લાના કુર્ધાથી બિહારના જયનગર વચ્ચે દોડશે.

એ. આર. રેહમાને પોતાની ઓટોબાયોગ્રાફી ‘નોટ્સ ઓફ અ ડ્રીમ: ધ ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ એ. આર. રેહમાન’ પ્રકાશિત કરી. આ પુસ્તક કૃષ્ણ ત્રિલોકે લખ્યું છે.

રશિયાના ટેનિસ ખેલાડી કરેન ખાચાનોવે નોવાક જોકોવિચને હરાવીને પેરિસ માસ્ટર્સ ખિતાબ જીત્યો.

5 નવેમ્બર: વિશ્વ સુનામી જાગૃતિ દિવસ.

થાઈલેન્ડની ટેનિસ ખેલાડી લુક્સિકા કુમખમે L&T મુંબઈ ઓપન ખિતાબ જીતીને પોતાનો પ્રથમ WTA ખિતાબ જીત્યો.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ખાણ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT), વીઝા છૂટ, પારંપરિક દવા, કળા-સંસ્કૃતિ અને વિરાસત એમ કુલ છ સમજૂતી.

મહિલા હોકી ખેલાડી લિલીમા મિંજ ‘એકલવ્ય પુરસ્કાર’થી સન્માનિત.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) અને કોમન સર્વિસ સેન્ટર (CSC) ઈ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિ. વચ્ચે LPG સેવાઓ ક્ષેત્રે MoU.

HSBCએ ભારતનું પ્રથમ વિદેશી બ્લોકચેન ટ્રાન્ઝેક્શન કર્યું.

RBIએ ડિજિટલ પબ્લિક ક્રેડીટ રજિસ્ટ્રી (PCR) સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરી.