Help & Support   |   Register Now   |   Login Now     

લેફ્ટનન્ટ જનરલ પી. એસ. રાજેશ્વર 12મા ચીફ ઓફ ઈન્ટીગ્રૅટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત.

2 નવેમ્બર: પત્રકારો વિરુદ્ધ અપરાધો માટે દંડમુક્તિ સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ. 2013માં 2 નવેમ્બરના માલીમાં બે ફ્રાન્સિસી પત્રકારોની હત્યાની યાદમાં ઉજવાય છે.

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સના રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટ 66મા સ્થાને. 66 દેશોમાં વગર વિઝાએ પ્રવાસ થઇ શકે છે. સિંગાપોરનો પાસપોર્ટ પ્રથમ ક્રમે.

દેશની પ્રમુખ મોટર સ્પોર્ટ્સ ઇવેન્ટ ‘ઇન્ડિયન નેશનલ રેલી ચેમ્પિયનશિપ’નો ત્રીજો તબક્કો અરુણાચલ પ્રદેશમાં યોજાયો.

અનુપમ ખેરનું FTII (ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા)ના ચેરમેન પદેથી રાજીનામું.

UN પ્રમુખ એન્ટોનિયો ગ્યુટરેસે ગીર ઓ. પેડરસનને સીરિયા માટે આગામી વિશેષ દૂત નિયુક્ત કર્યા.

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે પર્યટન ક્ષેત્રે થયેલ MoUને મંત્રી મંડળે મંજૂરી આપી.

ભુવનેશ્વરમાં યોજાનાર પુરુષ હોકી વિશ્વ કપ 2018 માટે ટાટા સ્ટીલ અધિકૃત ભાગીદાર તરીકે નોમીનેટ.

‘ગ્રાન્ટ ઓફ કન્સ્ટ્રકશન પરમિટ્સ’ ઈન્ડીકેટરમાં ભારત 2017ના 181મા ક્રમેથી સુધરીને આ વર્ષે 52મા ક્રમે.

પંકજ આડવાણી એશિયન સ્નૂકર ટુર જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા.