Help & Support   |   Register Now   |   Login Now     

ટેનિસ ખેલાડી એલેકઝાન્ડર જેવરવે લંડનમાં ATP ફાઈનલ જીતી. આ સાથે ATP ટાઈટલ મેળવનાર સૌથી નાની વયના વિજેતા બન્યા.

ભારતીય ગોલ્ફર શુભાંકર શર્મા ‘સર હેનરી કોટન રુકી ઓફ ધ યર’ સન્માન જીતનાર પ્રથમ ભારતીય અને ત્રીજા એશિયન બન્યા.

ત્રિપુરા 7મી ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટની મેજબાની કરશે.

પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન દ. આફ્રિકાના ગાંધીપ્રેમી રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા હશે. મંડેલા બાદ આ ઉજવણીમાં ભાગ લેનાર સાઉથ આફ્રિકાના બીજા રાષ્ટ્રપતિ હશે.

ભારતના રવિ કુમારે અંડર 23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો.

19 નવેમ્બરથી સમગ્ર દેશમાં ‘કોમી એકતા સપ્તાહ’ ઉજવવાની શરૂઆત.

19 નવેમ્બર: વિશ્વ શૌચાલય દિવસ. 2018નો વિષય - વેન નેચર કોલ્સ, વી નીડ અ ટોઇલેટ.

અભિનેત્રી મર્લિન મનરોની 1961ની ગોલ્ડન ગ્લોબ ટ્રોફી એક હરાજીમાં 180 કરોડ રૂપિયામાં લીલામ થઇ.

પંકજ અડવાણીએ ચોથી વખત વર્લ્ડ બિલિયર્ડસમાં ડબલ ટાઈટલ મેળવ્યાં. તેણે પોતાની કારકિર્દીનું 21મું વર્લ્ડ ટાઈટલ મેળવ્યું.

વર્લ્ડ જુનિયર બેડમિન્ટનમાં લક્ષ્ય સેને બ્રોન્ઝ મેડલ જીત્યો.