Help & Support   |   Register Now   |   Login Now     

વૈજ્ઞાનિકોએ કચ્છમાં અગિયાર લાખ વર્ષીય માનવ પૂર્વજોના જીવાશ્મ ઉપરના જડબાની શોધ કરી.

ઈંડસઇન્ડ બેંકે ‘ઈંડસઇન્ડ બેંક નેક્સ્ટ ક્રેડીટ કાર્ડ’ લોન્ચ કરવાની ઘોષણા કરી. આ કાર્ડ દેશનું પ્રથમ બટનવાળું ઇન્ટરએક્ટીવ ક્રેડીટ કાર્ડ હશે.

મથુરામાં ભારતની પ્રથમ હાથી હોસ્પિટલ શરૂ.

પ્રખ્યાત એડ-ફિલ્મ મેકર, મોડર્ન ઇન્ડિયન એડવર્ટાઈઝિંગના જનક અભિનેતા એલીફ પદમસીનું નિધન. રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીમાં મહમ્મદ અલી ઝીણાનો અભિનય કર્યો હતો.

વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે સહયોગ વિષે ઇન્ડિયન-કિર્ગિઝ ઇન્ટરગવર્નમેન્ટલ કમિશન (IK-IGC)નું 9મું સત્ર નવી દિલ્હીમાં યોજાયું.

આફ્રિકાની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન ‘અલ બોરાક’નું અનાવરણ.

FSSAIએ ‘ઇટ રાઈટ’ પુરસ્કાર’ની શરૂઆત કરી.

બિહારના રાજ્યપાલ લાલજી ટંડને અમરેશ્વર પ્રતાપ સાહીને પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લેવડાવ્યા.

ગુકેશ ડી. અને સવિતા શ્રી બી. એ સ્પેનમાં વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં ક્રમશઃ U-12 ઓપન અને ગર્લ કેટેગરીમાં સુવર્ણ જીત્યા.

દુબઈમાં વિશ્વ સહિષ્ણુતા શિખર સંમેલન યોજાયું. સંમેલનનો વિષય - બહુલવાદથી સમૃદ્ધિ: નવાચાર અને સહયોગના માધ્યમથી વૈવિધ્યને અપનાવવું.