Help & Support   |   Register Now   |   Login Now     

ઓક્સફર્ડ ડિક્ષનરીએ ‘ટોક્સિક’ શબ્દને વર્ડ ઓફ ધ યર 2018 ઘોષિત કર્યો. 17મી સદીમાં પ્રથમ વાર મધ્યકાલીન લેટિન ‘ટોક્સિકસ’માંથી અંગ્રેજીમાં આનો ઉપયોગ કરાયો હતો.

કોલકાતા હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અસીમ કુમાર રોય પશ્ચિમ બંગાળના લોકાયુક્ત નિયુક્ત.

ફિચ રેટિંગે ભારતની સોવેરિન રેટિંગ ‘બીબીબી-માઈનસ’ પર યથાવત રાખી. ‘બીબીબી-માઈનસ’ સૌથી નીચું રોકાણ ગ્રેડ રેટિંગ છે.

તાજિકિસ્તાને વખ્શ નદી પર ‘રોગુન જળવિદ્યુત પરિયોજના’ શરૂ કરી.

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જનજાતીય ‘આદિ મહોત્સવ’ શરૂ. મહોત્સવનો વિષય - જનજાતીય સંસ્કૃતિ, શિલ્પ, વ્યંજન અને વાણિજ્યના તાત્પર્યનો ઉત્સવ.

ભારતીય હિમાલયન ક્ષેત્રના સતત વિકાસ માટે નીતિ આયોગે ડો. વી. કે. સારસ્વતની અધ્યક્ષતામાં ‘હિમાલયન સ્ટેટ રિજનલ કાઉન્સિલ’ની રચના કરી.

સુનીલ મહેતા પેનલે મોટી ખરાબ લોનના પ્રોબ્લેમ સોલ્વ કરવા એક એસેટ મેનેજમેન્ટ કંપની (AMC)ની રચના કરી. AMCને ‘સશક્ત ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ’ કહેવામાં આવશે.

16 નવેમ્બર: રાષ્ટ્રીય પ્રેસ દિવસ. આ દિવસે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નૈતિક નિરીક્ષક તરીકે કાર્ય શરૂ કર્યું હતું.

16 નવેમ્બર: આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ.

રામ સાથે જોડાયેલા તમામ સ્થળોને જોડતી રામાયણ એક્સપ્રેસ ટ્રેન સફદરગંજ રેલવે સ્ટેશન, દિલ્હીથી શરૂ. ભગવાન રામ બન્યા પહેલા યાત્રી. એક્સપ્રેસનું પ્રથમ સ્ટોપ અયોધ્યા.