Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય એક્રોબેટિક જીમ્નાસ્ટિક ટીમે બાકુમાં યોજાયેલ વર્લ્ડ કપમાં પુરુષ અને મહિલા ગૃપમાં બે બ્રોન્ઝ મેળવીને દેશને આ કેટેગરીના પ્રથમ મેડલ અપાવ્યા.

નાથદ્વારા (રાજસ્થાન)માં 25 વીઘા જમીન પર વિશ્વની સૌથી મોટી 351 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા બનશે. પ્રતિમાની અંદર 4 લિફ્ટ અને ૩ સીડીઓ હશે.

સ્વિત્ઝરલેન્ડની IMD બિઝનેસ સ્કૂલના ‘ગ્લોબલ ટેલેન્ટ’ રેન્કિંગમાં ભારત 53મા ક્રમે. સ્વિત્ઝરલેન્ડ સતત પાંચમા વર્ષે ટોચના સ્થાને.

21 નવેમ્બર: વિશ્વ મત્સ્યપાલન દિવસ.

21 નવેમ્બર: વર્લ્ડ ટેલીવિઝન ડે.

IRS અધિકારી સંજય કુમાર મિશ્રા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના પ્રમુખ નિયુક્ત.

ભારતીય મૂળનાં અમેરિકન મહિલા શ્રુતિ પલાની અપ્પન હાવર્ડ યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ કાઉન્સિલનાં અધ્યક્ષ ચૂંટાયાં.

યુગાન્ડાના રેસર જોશુઆએ નેધરલેન્ડમાં આયોજિત 15 કિ.મી. મેરેથોન રેસ 41.05 સેકન્ડમાં પૂર્ણ કરી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

પાપુઆ ન્યૂ ગિનીમાં એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન (APEC) શિખર સંમેલન યોજાયું. આ દેશે પ્રથમ વખત આ સંમેલનની મેજબાની કરી.

ભારતીય બેડમિન્ટન ખેલાડી અસ્મિતા ચાહિલાએ દુબઈ ઇન્ટરનેશનલ ચેલેન્જ જીતી. તેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પણ જીતી.