Help & Support   |   Register Now   |   Login Now     

રશિયાની મદદથી ગોવામાં ભારતીય સેના માટે 2 મિસાઈલ યુદ્ધ જહાજ બનશે. રશિયા સાથે ટેકનોલોજી ટ્રાન્સફર મોડલ હેઠળ 3,750 કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ.

અમિતાભ બચ્ચનને ત્રીજો સયાજી રત્ન પુરસ્કાર એનાયત. આ સન્માન સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની સ્મૃતિમાં આપવામાં આવે છે.

ચીને ગાંસુ પ્રાંતમાં અંતરિક્ષ પર્યાવરણ રિસર્ચ માટે એક જ લોન્ચર માર્ચ 2D દ્વારા 5 સેટેલાઈટ લોન્ચ કર્યા.

ગ્વાટેમાલામાં ફ્યુજો જ્વાળામુખીમાં વિસ્ફોટ થતાં લગભગ 4,000 લોકોનું સ્થળાંતર.

અનુરાધા રોય અને જેમ્સ ક્રેબટ્રીને ટાટા લિટરેચર લાઈવ એવોર્ડ્સ 2018 એનાયત.

ભારતીય રેલવે એક વિશેષ પહેલ તરીકે પ્રથમ વખત કોચમાં ઈ-શૌચાલય રજૂ કરશે.

દક્ષિણ કોરિયાના કિમ જોંગ યાંગ ઇન્ટરપોલના અધ્યક્ષ ચૂંટાયા.

ઓરિસ્સા વિધાનસભાએ વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓ માટે 33% અનામત માટેનો પ્રસ્તાવ પસાર કર્યો.

PM મોદીએ 129 જિલ્લાઓમાં સિટી ગેસ વિતરણ (CGD) માટેની પરિયોજનાઓની આધારશિલા મૂકી.

મહારાષ્ટ્ર સરકારે ડો. જગન્નાથ દીક્ષિતને સ્થૂળતા વિરોધી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા.