Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકાએ પ્રથમ વખત F-35 ફાઈટર દ્વારા યુદ્ધાભ્યાસ કર્યો જેને એલિફન્ટ વોક નામ અપાયું છે. આ યુદ્ધાભ્યાસ ઉટામાં હિલ એરફોર્સ બેઝ પર કરવામાં આવ્યો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોકાણ, વિકલાંગતા, કૃષિ સંશોધન અને શિક્ષણ જેવા પ્રમુખ ક્ષેત્રોમાં સહયોગ માટે પાંચ સમજૂતી પર હસ્તાક્ષર. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરી. વિશેષ રાજ્યનો દરજ્જો મળેલ હોવાથી અહી પાંચ નહિ પરંતુ છ વર્ષે વિધાનસભાની ચૂંટણી થાય છે.

ભારતનું વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB) ‘એશિયા એન્વાયરમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2018’થી સન્માનિત. ભારતને સતત બીજી વખત UN એન્વાયરમેન્ટ દ્વારા આ સન્માન.

ચીનમાં વુહાનમાં યાંગજે નદી પર વિશ્વનો સૌથી મોટો 1.7 કિ.મી. લાંબો ડબલ ડેક સસ્પેન્શન બ્રિજ બનશે. બ્રિજના બંને છેડા પરના ટાવર સિવાય ક્યાંય પિલર નથી.

પ્રોફેસર એસ. પી. ગાંગુલી ‘મેક્સિકન ઓર્ડર ઓફ ધ એઝટેક ઈગલ’થી સન્માનિત. મેક્સિકો સરકાર દ્વારા કોઈપણ વિદેશીને આપવામાં આવતું આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

ગુજરાતના અમિષ સાહેબા ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં અમ્પાયરિંગ કરવાની સિદ્ધિ મેળવનાર અમ્પાયર.

બ્રિટીશ અભિનેત્રી મિલી બોબી બ્રાઉન UNICEFની સૌથી નાની વયની સદભાવના રાજદૂત બની.

ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાને ભારત સરકારે ‘નિકાસ ઉત્કૃષ્ઠતા’ ટેગ આપ્યો. આ સ્થળ સમગ્ર વિશ્વમાં હાથવણાટથી બનેલ કાર્પેટ માટે જાણીતું છે.

ઇજિ ટેપના કો-ફાઉન્ડર અને CEO અભિજીત બોઝ વ્હોટ્સએપ ઇન્ડિયાના નવા પ્રમુખ નિયુક્ત.