Help & Support   |   Register Now   |   Login Now     

વ્યક્તિઓને પોતાના સ્થાનિક પડોશીઓ પાસેથી માહિતી મેળવવા માટે ગુગલે ‘નેબરલી’ એપ લોન્ચ કરી.

આકાશગંગામાં નવી વિશાળ તારા પ્રણાલી ‘પીનવ્હીલ’ની શોધ જે એક પ્રકારનો સુપરનોવા છે જે પ્લાઝમાથી ખૂબ જ શક્તિશાળી અને સંકીર્ણ જેટને વિસ્ફોટ કરે છે.

હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યમાં ગાયોના સંરક્ષણ માટે ‘ગૌ સેવા આયોગ’ શરૂ કરવાનો નિર્ણય કર્યો.

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ડૉ. રાજેશ ભટ્ટ દ્વારા લેખિત ‘રેડિયો કાશ્મીર-ઇન ટાઈમ્સ ઓફ પીસ એન્ડ વોર’ પુસ્તકનું વિમોચન કર્યુ.

હાનલે, લદ્દાખ સ્થિત ભારતીય ખગોળીય વેધશાળામાં ‘ગ્રોથ ઇન્ડિયા ટેલિસ્કોપ’એ પોતાનું પ્રથમ વૈજ્ઞાનિક અવલોકન કર્યું.

જળવાયુ પરિવર્તન અંગે મેસેજ આપવા સ્વિટ્ઝર્લેન્ડના 3,400 મીટર ઊંચા એલેટ્શ ગ્લેશિયર પર પોસ્ટ કાર્ડથી વિશ્વનું સૌથી મોટું કોલાઝ બનાવાયું.

RBIએ ‘બોર્ડ ફોર ફાયનાન્સિયલ સુપરવિઝન’ (BFS)ની રચના કરવાનો નિર્ણય કર્યો. આ બોર્ડ પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન (PCA) અંતર્ગત બેંકો માટે ફ્રેમવર્કની તપાસ કરશે.

HDFC બેંકે ક્રેડીટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત 51,000થી વધુ ગ્રાહકોને 1,100 કરોડ રૂપિયાથી વધુ સબસિડી પૂરી પાડી.

માલદીવ ફરીથી કોમનવેલ્ધ દેશોમાં સામેલ થશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ મુસાફરો માટે એરસેવા 2.0 પોર્ટલ અને મોબાઈલ એપ શરૂ કરી.