Help & Support   |   Register Now   |   Login Now     

2020 સુધીમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે લાયન પાર્ક, કેવડીયા ખાતે ટાઇગર સફારી પાર્ક તથા વાંસદા અને સુરતના માંડવીમાં દીપડાઓનો સફારી પાર્ક બનાવવાની યોજના.

નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બાળ રંગમંચ મહોત્સવ, ‘જશ્ન-એ-બચપન’ના 14મા સંસ્કરણનું ઉદઘાટન.

ભારત અને USA વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘વજ્ર પ્રહાર’ જયપુરમાં શરૂ.

જલજ શ્રીવાસ્તવ ભારતના ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (IWAI)ના ચેરમેન નિયુક્ત. હાલમાં તેઓ કૃષિ વિભાગના એડિશનલ સેક્રેટરી છે.

20 નવેમ્બર: યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે. સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની શરૂઆત 1954માં કરી હતી.

નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)એ ‘NSE ગો બિડ’ નામની મોબાઈલ એપ લોન્ચ કરી.

પંજાબમાં હુક્કા બાર પર સ્થાઈ પ્રતિબંધ.

સરોદ માસ્ટર ઉસ્તાદ અમઝદ અલી ખાનને લાઈફટાઈમ અચિવમેન્ટ માટે સુમિત્રા ચરત રામ એવોર્ડ પ્રદાન.

UIDAIના CEO અજય ભૂષણ પાંડે નવા રેવન્યુ સેક્રેટરી નિયુક્ત.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)એ શાંતિ, નિરસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2018 મેળવ્યો.