Help & Support   |   Register Now   |   Login Now     

IOC સમગ્ર ભારતમાં BS-VI ફ્યુઅલ સપ્લાય કરવાનું શરૂ કરનાર દેશની પ્રથમ કંપની બની. તે સમગ્ર દેશમાં કુલ 28,000 પેટ્રોલપંપ્સ પર આ ફ્યુઅલનો પુરવઠો પૂરો પાડશે.

શું આપને ખરેખર સફળ થવું છે? 1 વર્ષ સુધી આ એપને ન છોડો અને ફોલો કરો. ટૂંક સમયમાં અમે આવી રહ્યા છીએ 3 નવાં ફીચર્સ સાથે જે આપના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ બનાવશે એકદમ સરળ.

ભારતીય મૂળનાં અમેરિકન લેખિકા રૂચિકા તોમરે પોતાની પ્રથમ નવલકથા ‘અ પ્રેયર ફોર ટ્રાવેલર્સ’ માટે PEN/હેમિંગ્વે-2020 એવોર્ડ જીત્યો.

COVID-19ને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં આવનાર મંદી 2009ની મંદી કરતાં પણ ભયંકર હોવાનો IMFનું અનુમાન.

રશિયાના પૂર્વ કુરીલ દ્વીપમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ.

હેરિટેજ ફાઉન્ડેશન અને ધ વોલ સ્ટ્રીટ જર્નલના આર્થિક સ્વતંત્રતા બાબતે વૈશ્વિક સૂચકાંકમાં સિંગાપુર પ્રથમ ક્રમે. ભારત 120મા ક્રમે.

COVID-19 બાદ ચીનમાં હંતા વાયરસથી એકનું મૃત્યુ. આ વાયરસ ઓર્થોહંતા વાયરસથી પણ ઓળખાય છે.

કોરોના વાયરસના ચેપને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 25 માર્ચથી 21 દિવસ સુધીના દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા.

સુમંત કથપાલિયા ઈન્ડસઇન્ડ બેંકના CEO અને MD નિયુક્ત.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મુંબઈમાં ભારતની પ્રથમ COVID-19 સમર્પિત હોસ્પિટલ સ્થાપી.