Help & Support   |   Register Now   |   Login Now     

ભારત કોરોના વાયરસ માટે એન્ટીબોડી ટેસ્ટીંગ શરૂ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બનશે. આ એક સીરોલોજિકલ ટેસ્ટ છે, જે લોહીમાં રહેલ એન્ટીબોડીને શોધે છે.

અમેરિકા કોરોનાના 1,૦૦,000થી વધુ દર્દીઓ ધરાવનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું.

IIT-ગાંધીનગરે કોરોનાને કારણે ઘરોમાં રહેનાર વિદ્યાર્થીઓના કૌશલને પ્રોત્સાહન આપવા અને રચનાત્મક પરિયોજનાઓમાં સામેલ કરવા પ્રોજેક્ટ આઈજેક શરૂ કર્યો જે સર આઈજેક ન્યુટન દ્વારા પ્રેરિત છે.

ઓરિસ્સામાં ભારતની સૌથી મોટી COVID19 હોસ્પિટલ્સ બનાવાશે.

મહિલાઓ દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીનાં પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું 104 વર્ષની વયે નિધન. તેમણે વિશ્વના 1400 દેશોમાં સેવા કેન્દ્રો સ્થાપ્યાં.

CRISILએ 2020-21 માટે ભારતીય અર્થતંત્રના વિકાસ દરનું અનુમાન 5.2%થી ઘટાડીને 3.5% કર્યું.

ઇન્ડિયન ફિલ્મમેકર ઝોયા અખ્તર સિનેમા દ્વારા વર્લ્ડ ટુરિઝમમાં મહત્વનું યોગદાન આપવા માટે IIFTC ટુરિઝમ ઈમ્પેક્ટ એવોર્ડ-2020થી સન્માનિત.

સરકારે મેલેરિયા વિરોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.

સમીર અગરવાલ વોલમાર્ટ ઇન્ડિયાના CEO નિયુક્ત.

FIFA કેમ્પેઈન અગેઈન્સ્ટ COVID-19 માટે ઇન્ડિયન ફૂટબોલર સુનીલ છેત્રીની પસંદગી.