Help & Support   |   Register Now   |   Login Now     

અઝાલી અસ્સમાની કોમોરોસના રાષ્ટ્રપતિ નિયુક્ત. કોમોરોસ આફ્રિકાના પૂર્વીય તટ પર સ્થિત જ્વાલામુખીય દ્વીપસમૂહ છે.

રિયર એડમિરલ રાજેશ પેંઢારકર VSM મહારાષ્ટ્ર નેવિ રિજનના ધ્વજ અધિકારી નિયુક્ત.

સુંદરવન (ભારત)થી ઢાકા (બાંગ્લાદેશ) વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે.

મિશન શક્તિ: ભારતના એન્ટી-સેટેલાઈટ વેપન A-SATએ લો અર્થ ઓર્બિટમાં ફરતા લાઈવ સેટેલાઈટને ૩ મિનિટમાં નષ્ટ કર્યો. અમેરિકા, રશિયા, ચીન બાદ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ.

ભારત-ક્રોએશિયા ઇકોનોમિક ફોરમ ક્રોએશિયાની રાજધાની જગરેબમાં યોજાઈ.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ક્રોએશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ કિંગ ટોમિસ્લાવથી સન્માનિત.

મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ તાઈપેમાં યોજાયેલ 12મી એશિયન એરગન ચેમ્પિયનશિપની 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટિમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.

હિમાલયના માઉન્ટ મકાલૂ શિખર (8485 મીટર) માટે પ્રથમ ભારતીય સેના પર્વતારોહણ અભિયાન શરૂ. આમાં પાંચ અધિકારી અને અગિયાર OR સામેલ છે.

અનિલ નાયર VMLY&Rના ભારતીય વેપારના CEO નિયુક્ત.

ફેસબુકે બેંગલુરુમાં ‘AI ફોર ઇન્ડિયા સમિટ’નું આયોજન કર્યુ.