Help & Support   |   Register Now   |   Login Now     

IPLમાં ક્રિસ ગેલ સૌથી ઝડપી 4,000 રન પૂર્ણ કરનાર ખેલાડી બન્યો. ગેલે 112 ઇનિંગ્સમાં 4,000 રન બનાવી વોર્નરનો 114 ઇનિંગ્સમાં 4,000 રનનો રેકોર્ડ તોડ્યો.

રશિયામાં બૈકાલ આઈસ મેરેથોન શરૂ. દુનિયાનું સૌથી મોટું ચોખ્ખા પાણીનું સરોવર બૈકાલ જયારે થીજી જાય છે, ત્યારે તેના પર આઈસ મેરેથોન યોજાય છે.

રાત્રિ ઓપરેશન માટે સક્ષમ 4 ચિનૂક હેલિકોપ્ટર એરફોર્સમાં સામેલ. 280 કિમી/કલાકની ગતિ, 10 ટનની વહનક્ષમતા, 20000 ફૂટની ઊંચાઈએ ઊડી શકે છે. રડારથી પકડવું મુશ્કેલ.

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર ‘પદ્મશ્રી કાગ બાપુ લોકસાહિત્ય એવોર્ડ’થી સન્માનિત.

ન્યુયોર્કના રોબર્ટ કોર્નેગીને વિશ્વના સૌથી ઊંચા પુરુષ રાજકારણીનો ખિતાબ.

RBIના પૂર્વ ગવર્નર વાય. વી. રેડ્ડી અને ડો. જી. આર. રેડ્ડી દ્વારા લેખિત પુસ્તક ‘ઇન્ડિયન ફિસ્કલ ફેડરલિઝ્મ’નું વિમોચન.

નોબલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પ્રતિષ્ઠિત બોડલે મેડલથી સન્માનિત. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વિશ્વ પ્રસિદ્ધ બોડલિયન લાયબ્રેરી દ્વારા અપાતું સર્વોચ્ચ સન્માન.

મનોહર અજગાંવકર ગોવાના નાયબ મુખ્યમંત્રી નિયુક્ત.

પિરામલ સ્વાસ્થ્યના સહયોગથી CARE હોસ્પિટલ્સે કોમ્યુનીટી બેઝ્ડ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ UMMEEDની શરૂઆત કરવાની ઘોષણા કરી.

સ્કાઈટ્રેકસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ અનુસાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 59મા ક્રમ સાથે ભારતનું શ્રેષ્ઠ એરપોર્ટ.