Help & Support   |   Register Now   |   Login Now     

સિંગાપુરના ચાંગી એરપોર્ટે સતત સાતમી વખત દુનિયાના બેસ્ટ એવિએશન હબનો તાજ જીત્યો.

કેનિચી આયુકાવા સતત ત્રીજા કાર્યકાળ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિ.ના MD અને CEO નિયુક્ત.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ કૃષિના ડિસ્ટન્ટ ડિગ્રી પ્રોગ્રામ્સ પર પ્રતિબંધ મૂકી દીધો.

વાઈસ એડમિરલ એમ. એ. હમ્પીહોલી, AVSM NM નવા ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) બન્યા.

વેદાંતા લિ.ની સહાયક કંપની કેયર્ન ઓઈલ એન્ડ ગેસે બંગાળની ખાડીમાં પોતાના કૃષ્ણા ગોદાવરી બેસિન બ્લોકમાં તેલ શોધવાની ઘોષણા કરી.

એમ. આર. કુમાર LIC હાઉસિંગ ફાયનાન્સ લિ.ના એડિશનલ નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ચેરમેન નિયુક્ત.

પાકિસ્તાને એક કોરીડોરની સ્થાપનાને મંજૂરી આપી. જેનાથી ભારતીયોને PoKમાં સ્થિત પ્રાચીન હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સ્થળ શારદા પીઠની યાત્રા કરવાની અનુમતિ મળશે.

શંભુ એસ. કુમારન કિંગડમ ઓફ મોરોક્કોમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી ગૃપ જેશ-એ-મહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવા માટે UN સિક્યુરિટી કાઉન્સિલમાં એક રિઝોલ્યુશન મૂક્યું.

દુબઈમાં વિશ્વની સૌથી મોટી ઈ-કચરા રિસાઈક્લિંગ સુવિધા શરૂ કરવામાં આવી.