Help & Support   |   Register Now   |   Login Now     

‘અંકલ ઓલિમ્પિક’ના નામથી પ્રખ્યાત બિઝનેસમેન નાઓતોશી યામાદાનું નિધન.

આફ્રિકા-ભારત ફિલ્ડ ટ્રેનિંગ એક્સર્સાઈઝ-2019 (AFINDEX-2019) પૂણેમાં યોજાઇ.

ડોમિનિક થિએમે BNP પરિબાસ ઓપન ફાઇનલમાં રોજર ફેડરરને હરાવીને પોતાની કારકિર્દીનો પ્રથમ માસ્ટર્સ ખિતાબ જીત્યો.

આદિત્ય કુમાર મિશ્રા કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડ (ASRB)ના નવા અધ્યક્ષ નિયુક્ત.

ફિલ્મ નિર્દેશક અને નવલકથાકાર વેદ રાહીએ સાહિત્યનો પ્રતિષ્ઠિત ‘કુસુમાગ્રજ’ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો.

રિતુ બેરી ભારતમાં ઉઝબેકિસ્તાનનાં સાંસ્કૃતિક તથા પર્યટન રાજદૂત નિયુક્ત. આ પદ પર નિયુક્ત થનાર \પ્રથમ ભારતીય.

જમ્મુ-કાશ્મીરના પ્રથમ IAS ટોપર શાહ ફૈઝલે શ્રીનગરમાં ‘જમ્મુ-કાશ્મીર પીપુલ્સ મુવમેન્ટ’ નામની એક રાજનૈતિક પાર્ટી શરૂ કરી.

ICC લેટેસ્ટ વનડે રેંકિંગ: બેટ્સમેનમાં વિરાટ કોહલી પ્રથમ ક્રમે. બોલરમાં જસપ્રીત બુમરાહ પ્રથમ ક્રમે. ટીમ રેન્કિંગમાં ઈંગ્લેન્ડ પ્રથમ, ભારતીય ટીમ બીજા ક્રમે.

એશિયન યુથ ચેમ્પિયનશિપ: ભારતીય યુવા ટીમ કુલ 26 ચંદ્રકો (8 ગોલ્ડ, 9 સિલ્વર, 9 બ્રોન્ઝ) સાથે બીજા સ્થાને. ચીન 31 મેડલ્સ સાથે પ્રથમ ક્રમે.

હોંગકોંગમાં એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની બોયઝ મેડલે રિલે ટીમે સુવર્ણ જીત્યો.