Help & Support   |   Register Now   |   Login Now     

શાંઘાઈ 5G કવરેજ અને બ્રોડબેન્ડ ગીગાબીટ નેટવર્ક એમ બંનેનો ઉપયોગ કરનાર વિશ્વનો પ્રથમ જિલ્લો બની ગયો.

દિલ્હીની સરકારી શિક્ષિકા મનુ ગુલાટી સૌથી એકસેલન્ટ વ્યક્તિની શ્રેણીમાં મહિલા સશક્તિકરણમાં ઉત્કૃષ્ઠતા માટે માર્થા ફેરેલ પુરસ્કાર-2019થી સન્માનિત.

ખેલ સાહિત્ય ઉત્સવ ‘પ્લે રાઈટ-2019’ ચંડીગઢમાં શરૂ. પ્લે રાઈટ-2019માં ટેનિસથી માંડીને કબડ્ડી સુધીનાં દેશના વિવિધ ખેલાડીઓ ભાગ લેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બોલિવિયાના સર્વોચ્ચ રાજ્ય સન્માન ‘કોન્ડોર ડે લોસ એન્ડીઝ એન એલ ગ્રેડો ડી ગ્રાન કોલર’થી સન્માનિત.

રિલાયન્સ રિટેલ લિ. ITCની મેન્સવિયર બ્રાન્ડ જ્હોન પ્લેયર્સ 150 કરોડમાં ખરીદશે.

રેટિંગ એજન્સી TRAના રિપોર્ટ અનુસાર સેમસંગ ભારતમાં ગ્રાહકોને પ્રાથમિકતા આપનાર નંબર વન બ્રાન્ડ. ટાટા મોટર્સ બીજા અને એપલ ત્રીજા ક્રમે.

શ્રી રામનાથ કોવિંદ બોલિવિયાની યાત્રા કરનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બન્યા.

સેવાનિવૃત્ત જસ્ટિસ ડી. કે. જૈન ભારતીય ક્રિકેટ બોર્ડના એડ-હોક એથિક્સ ઓફિસર નિયુક્ત.

UN સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)એ ટેરર ફાયનાન્સ વિરુદ્ધ કાયદો લાગુ કરવાનો આદેશ આપતો પ્રથમ પ્રસ્તાવ પસાર કર્યો.

ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝીશન ઇન્ડેક્સમાં ભારત 76મા સ્થાને, ચીન 82મા સ્થાને. સ્વિડન, સ્વિત્ઝર્લેન્ડ અને નોર્વે ટોચ પર.