Help & Support   |   Register Now   |   Login Now     

એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI)ની વર્લ્ડ એરપોર્ટ ટ્રાફિક રેન્કિંગ-2018 અનુસાર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) દુનિયાનું 12મું સૌથી વ્યસ્ત એરપોર્ટ.

હિન્દી લેખક લીલાધર જગૂડીને તેમના કાવ્ય સંગ્રહ ‘જિતને લોગ ઉતને પ્રેમ’ માટે વ્યાસ સન્માન-2018 અપાશે.

ભારતના પૂર્વ હોકી કેપ્ટન સરદાર સિંહ બેન્કોકની 38મી મહાસભામાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)ની સ્થાઈ સમિતિમાં સામેલ.

વાઈસ એડમિરલ કરમબીર સિંહ નવા ચીફ ઓફ નેવલ સ્ટાફ બનશે. સેવા નિવૃત્ત થઇ રહેલ સુનીલ લાંબાનું સ્થાન લેશે.

સમાજશાસ્ત્રી અને પોલિટીકલ સાઈકોએનલિસ્ટ આશિષ નંદી હંસ કિલિયન પુરસ્કાર-2019થી સન્માનિત.

બેંગલુરુ FCએ પ્રથમ ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ખિતાબ જીત્યો.

ફોર્મ્યૂલા વન રેસર વાલ્ટેરી બોટાસે ઓસ્ટ્રેલિયન ગ્રાં પ્રી જીતી.

ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે મોબાઈલ વોલેટ યુઝર્સને સાઈબર ઈન્સ્યોરન્સ કવર આપવા માટે મોબિક્વિક સાથે ભાગીદારી કરી.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ ‘વિજિત’ ઇન્ડોનેશિયાના સબાંગની યાત્રા કરનાર પ્રથમ કોસ્ટગાર્ડ શિપ બન્યું.

હોકી ઇન્ડિયાએ ‘હોકી ઇન્ડિયા કોચિંગ એજ્યુકેશન પાથવે’ શરૂ કર્યો. ઉદ્દેશ્ય - ઉમેદવારોને સર્ટિફિકેશન આપવાનો કે જેઓ કોચ છે/કોચિંગને કારકિર્દી બનાવવા માગે છે.