Help & Support   |   Register Now   |   Login Now     

કેન્દ્ર સરકારનો વધુ 50 નવી યુનિવર્સિટીઓ સ્થાપવાનો નિર્ણય, ખાંડની મિલો માટે કેબિનેટ દ્વારા વધારાના રૂ. 2,790 કરોડના ફંડને મંજૂરી.

દલિતો, આદિવાસી, OBCના લાભ માટે શિક્ષણ સંસ્થાઓમાં ફરીથી 200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ.

દૂધાળા પશુઓને ચારામાં માંસાહાર આપવામાં આવતો હોવાથી ભારતે અમેરિકન પશુઓના દૂધમાંથી બનેલ ડેરી પ્રોડક્ટ્સ લેવાનો ઇનકાર કર્યો.

PM મોદીએ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં કોરિડોર એન્ડ બ્યુટીફિકેશનની આધારશિલા મૂકી. આ કોરિડોર મંદિરો અને તેમની સુરક્ષા માટે આદર્શ બનશે.

સરકારે ગ્રેચ્યુઇટી માટે આવકવેરાની છૂટની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરી.

8 માર્ચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ વર્ષનો વિષય: થિંક ઇક્વલ, બિલ્ટ સ્માર્ટ, ઇનોવેટ ફોર ચેન્જ. કેમ્પેઈન થીમ: #BalanceforBetter.

ખનીજચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે 2 વર્ષની સજા કરતાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા તાલાલાના કોંગ્રેસના MLA ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ.

જાપાની વાસ્તુકાર અરાતા ઇઝોઝકી પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કારથી સન્માનિત. આ પુરસ્કાર આંતરરરાષ્ટ્રીય સ્તરે આ ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન છે.

ગુવાહાટીમાં 104 કરોડ રૂપિયાના ખર્ચે દેશનું પ્રથમ ઓઈલ મ્યુઝિયમ બનશે.

HP ઇન્ડિયા આંધ્રપ્રદેશમાં 3D પ્રિન્ટિંગ માટે સેન્ટર ફોર એકસેલન્સ સ્થાપશે.