Help & Support   |   Register Now   |   Login Now     

અયોધ્યા વિવાદમાં મધ્યસ્થતા માટે જસ્ટિસ એફ. એમ. આઈ. ખલીફુલ્લાની અધ્યક્ષતામાં ૩ સદસ્યીય પેનલની રચના. અન્ય સભ્યો - શ્રી શ્રી રવિશંકર, વકીલ શ્રીરામ પાંચૂ.

કપડાની વૈશ્વિક નિર્માતા કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ સોક્ટાસ ઇન્ડિયા પ્રા.લિ. (SIPL)ની 100% ઇક્વિટી 165 કરોડ રૂપિયામાં ખરીદી તેનું અધિગ્રહણ કર્યુ.

સૌમ્યા સ્વામીનાથન WHOના એક મુખ્ય સાયન્ટીસ્ટ ડિવિઝનનાં ચીફ નિયુક્ત. WHOમાં આ પદ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય.

વૈજ્ઞાનિક અજીત કુમાર મોહંતી ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC)ના ડિરેક્ટર નિયુક્ત.

ડિસેમ્બર-જાન્યુઆરી માટેની નીતિ આયોગની આકાંક્ષાત્મક જિલ્લાઓની રેન્કિંગમાં સોનભદ્ર જિલ્લો પ્રથમ ક્રમે.

કોહલી વન-ડેમાં 40થી વધુ સદી કરનાર સચિન પછી બીજો બેટ્સમેન બન્યો. સચિનની 40 સદી - 355 ઇનિંગ્સમાં, વિરાટની - માત્ર 216 ઇનિંગ્સમાં.

કેન્દ્રએ કેન્સર રિસર્ચ પહેલ પર ભારત અને બ્રિટન વચ્ચેના MoUને મંજૂરી આપી.

ડૉ. ઔસાફ સઈદ સાઉદી આરબમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

PM મોદીના સિલેક્ટેડ ભાષણોનું સંકલન ‘સબકા સાથ સબકા વિકાસ’ શીર્ષક ધરાવતા પુસ્તક રૂપે હિંદી અને અંગ્રેજીમાં રીલીઝ કરાયું.

વિશ્વમાં સૌથી સસ્તુ મોબાઈલ નેટ ભારતમાં.