Help & Support   |   Register Now   |   Login Now     

જસ્ટિસ એસ. એ. બોબડે નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી (NLSA)ના એક્ઝીક્યુટીવ ચેરમેન નિયુક્ત.

ગુગલે પ્રા. શાળાનાં બાળકોને હિન્દી, અંગ્રેજી શીખવા ફ્રી એપ ‘બોલો’ શરૂ કરી. સૌપ્રથમ ભારતમાં લોન્ચ. આમાં એનિમેટેડ કેરેક્ટર ‘દિયા’ વાર્તાઓ મોટેથી વાંચવા પ્રેરિત કરે છે.

કેનેડાના મેનિટોબા શહેરમાં બરફમાંથી બનાવાયેલ ભુલભુલૈયાએ ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું.

અમેરિકાએ પાકિસ્તાનીઓને અપાતા વિઝાની અવધિ 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરી.

7 માર્ચ: રાષ્ટ્રીય જન ઔષધિ દિવસ.

ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમે પ્રથમ વખત શી બિલીવ્સ કપ જીત્યો.

સ્વચ્છ સર્વેક્ષણ-2019: ભોપાલ સૌથી સ્વચ્છ રાજધાની. સૌથી ઝડપથી વિકસતા મોટા શહેરોની શ્રેણીમાં રાયપુર પ્રથમ.

સ્વચ્છ સર્વેક્ષણ-2019: ઇન્દોર સતત ત્રીજા વર્ષે દેશનું સૌથી ગ્રીન એન્ડ ક્લીન સિટી. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ.

વડાપ્રધાને 20 રૂપિયાનો નવો સિક્કો રજૂ કર્યો. આ સિક્કો 12 ખૂણાવાળો અને 8.54 ગ્રામ વજનનો છે. તેનો વ્યાસ 27 એમએમ છે.

પી. વી. રમેશ નેશનલ અર્ચિવ્સ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ નિયુક્ત.