Help & Support   |   Register Now   |   Login Now     

BBCની દ્વિભાષી સંવાદદાતા પ્રિયંકા દુબેની ઉત્કૃષ્ઠ મહિલા પત્રકાર માટે ‘ચમેલી દેવી જૈન પુરસ્કાર-2018’ માટે પસંદગી.

મલેશિયા ઇન્ટરનેશનલ ક્રાઈમ કોર્ટ (ICC)નો 124મો સભ્ય દેશ બન્યો. ICC દુનિયાની એકમાત્ર સ્થાઈ વોર ક્રાઈમ કોર્ટ છે. ICCનું મુખ્યાલય - હેગ (નેધરલેન્ડ).

બ્રિટનના ન્યૂઝપેપર ‘એશિયન વોઈસ’ દ્વારા ‘પોલિટીકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ’માં લંડનના મેયર સાદિક ખાનની ‘પોલિટીશિયન ઓફ ધ યર’ તરીકે પસંદગી.

પોતાની પ્રથમ પહેલ રૂપે SBIએ 1 લાખ રૂપિયાથી વધુના સેવિંગ્સ બેંક બેલેન્સ પર આપવામાં આવેલ વ્યાજ દરને રેપોરેટ સાથે કનેક્ટ કરવાનો નિર્ણય લીધો.

ચીનની રેસ વોકર લિયૂ હોંગ 50 કિમીની રેસ 4 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની.

કનેક્ટિંગ ઇન્ડિયા: સિમકાર્ડ વિના આખા દેશમાં કોલ કરી શકાશે. BSNL વિંગ્સ એપ્લિકેશનમાં ઇનકમિંગ-આઉટગોઇંગ ફ્રી, રોમિંગ ચાર્જ નહિ લાગે.

સિંગાપુરમાં ચાંગી એરપોર્ટમાં દુનિયાનો સૌથી મોટો ઇનડોર વોટરફોલ 17 એપ્રિલથી શરૂ થશે.

એસોચેમ અને ઇવાઈના સંયુક્ત રિપોર્ટ મુજબ ટેકનોલોજીમાં સતત ફેરફારથી આગામી વર્ષે ભારતમાં 52 લાખ ટન ઈ-ગારબેજ પેદા થશે. ત્રણ વર્ષમાં 2.6 ગણો વધારો.

ફ્રાન્સમાં શબ્દકોષ બદલાશે, સ્ત્રીઓ માટે તમામ હોદ્દાને સ્ત્રીલિંગ નામ આપવામાં આવશે, મહિલા પ્રોફેસર ‘પ્રોફેસિયોર’ કહેવાશે.

નોર્વેમાં ભવિષ્યની લાઈબ્રેરી બની, એક હજાર છોડ વાવ્યા, 100 વર્ષ પછી આ વૃક્ષોના લાકડામાંથી બનેલા કાગળથી 100 પુસ્તક પ્રકાશિત થશે.