Help & Support   |   Register Now   |   Login Now     

યુ.કે.ના રોની ઓ’સુલ્લીવન 1,000 કંપિટિટીવ સેન્ચ્યુરી બનાવનાર પ્રથમ સ્નૂકર બન્યા. તેમણે કોરલ પ્લેયર ચેમ્પિયનશિપનું ટાઈટલ પણ જીત્યું.

આદિત્ય કુમાર મિશ્રા એગ્રિકલ્ચરલ સાયન્ટીફીક રિક્રુટમેન્ટ બોર્ડ (ASRB)ના અધ્યક્ષ નિયુક્ત.

અનુપ કુમાર દુબે અને સુશિલ કુમાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)માં સ્પેશિયલ ડિરેક્ટર નિયુક્ત.

પર્યટન મંત્રાલયે પ્રતિષ્ઠિત આંતરરરાષ્ટ્રીય ‘ગોલ્ડન સિટી ગેટ ટુરીઝમ-2019’માં ‘ટીવી સિનેમા સ્પોટ’ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર જીત્યો.

કેન્દ્ર સરકારે બે કોરિડોર સાથે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી.

પ્રસાર ભારતીએ ડીડી ફ્રી ડીશના માધ્યમથી પૂર્વોત્તર રાજ્યો માટે પાંચ ટી.વી. ચેનલો સહિત 11 રાજ્ય દૂરદર્શન ચેનલ્સ લોન્ચ કરી.

TVS મોટર કંપનીએ પોર્ટુગલના લિસ્બનમાં ‘ગ્રીન એરા એવોર્ડ ફોર સસ્ટેનેબિલીટી’ જીત્યો. ઉપરાંત ‘ક્વાલિટી એન્ડ બિઝનેસ એકસેલન્સ એવોર્ડ’ પણ જીત્યો.

મોહમ્મદ શતાયહ પેલેસ્ટાઇનના વડાપ્રધાન ચૂંટાયા.

કવિંદર સિંહ બિસ્ટે (56 કિગ્રા) ફિનલેન્ડના હેલસિંકીમાં 38મી GeeBee બોક્સિંગ ટૂર્નામેન્ટમાં સુવર્ણ જીત્યો.

જાપાનની 116 વર્ષીય મહિલા કાની તનાકાએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા તરીકે નામ નોંધાવ્યું.