Help & Support   |   Register Now   |   Login Now     

ધોનીને પછાડીને રોહિત શર્મા ODIમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી બન્યો.

રોહિત શર્મા વન ડેમાં સૌથી ઝડપી 8,000 રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો.

એમ. આર. કુમાર LIC ઓફ ઇન્ડિયાના ચેરમેન નિયુક્ત. વિપિન આનંદ અને ટી. સી. સુશીલ કુમાર MD નિયુક્ત.

રાકેશ મખીજા એક્સિસ બેંકના નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન નિયુક્ત.

HDFC બેંક TCS અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. બાદ 6 ટ્રિલિયન રૂપિયાની માર્કેટ કેપ પાર કરનાર દેશની ત્રીજી કંપની બની.

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઇન્ડિયા કોંગ્રેસ બેંગલુરુમાં યોજાઈ.

એ. કે. મોહંતી ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC)ના ડિરેક્ટર નિયુક્ત.

કચ્છના લખપત તાલુકાના જૂના ખટિયા ગામે વિશાળ હડપ્પીયન કબ્રસ્તાનની શોધ. 4,600થી 5,200 વર્ષ જૂનું, વિસ્તાર 300 ચોરસ મીટર, 250થી વધુ કબર.

14 માર્ચ: વર્લ્ડ કિડની ડે. દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવાય છે. આ વર્ષનો વિષય-‘કિડની હેલ્થ ફોર એવરીવન,એવરીવ્હેર’

બ્રિટન સરકાર નવી ગુરખા રાઈફલ બટાલિયન ઊભી કરશે.