Help & Support   |   Register Now   |   Login Now     

સરકારે રાગી અને જુવાર જેવા અનાજની ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2018ને ‘રાષ્ટ્રીય જુવાર બાજરા વર્ષ’ ઘોષિત કર્યું.

સિનીયર પત્રકાર અને ટેલીવિઝન પ્રસ્તુતકર્તા કરન થાપર પત્રકારત્વ માટે જી કે રેડ્ડી મેમોરિયલ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત.

ભારતે પોખરણથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ.

સિલીગુડીના લઘુ ચિત્રકાર બિપ્લવ સરકાર ‘ગ્લેનફીડીક્સ ઇમર્જિંગ આર્ટીસ્ટ ઓફ ધ યર-2018’ પુરસ્કારથી સન્માનિત.

24 માર્ચ: વિશ્વ ક્ષય રોગ દિવસ. 1882માં ટીબી બેસિલસની શોધ કરનાર ડૉ. રૉબર્ટ કોચના જન્મ દિવસે ઉજવવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ અમેરિકન રાજદૂત જોન આર બોલ્ટન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત.

કેટરીના કેફ ‘એજ્યુકેટ ગર્લ્સ’ની બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત.

રિપ્રેઝેંટેશન થિયરીને નંબર થિયરી સાથે જોડવાના પોતાના દૂરદર્શી પ્રોજેક્ટ માટે કેનેડાના ગણિતજ્ઞ રોબર્ટ લોંગલેન્ડ્સે 2018નો એબેલ પુરસ્કાર જીત્યો.

નંદ બહાદુર પુન પુન: નેપાળના ઉપરાષ્ટ્રપતિ બન્યા.

મર્સર ક્વોલિટી ઓફ લિવિંગ સર્વેક્ષણ-2018 અનુસાર હૈદરાબાદ અને પુણે ભારતમાં રહેવા લાયક સૌથી સારા શહેર. વિયેના ટોચ પર.