Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની હત્યાના દોષિત પૂર્વ પોલિસ અધિકારી ડેરેક ચોવિનને 22 વર્ષ અને 6 માસની જેલની સજા.

વસ્તી વધારાને પ્રોત્સાહન આપવા માટે મિઝોરમ સરકારે વધુ બાળકોને જન્મ આપવા બદલ 1 લાખ રૂપિયા પુરસ્કારની યોજના બનાવી.

DRDOએ એડવાન્સ્ડ પિનાકા રોકેટનું સફળ પરીક્ષણ કર્યું, જે 45 કિલોમીટર સુધીના લક્ષ્યને ભેદી શકે છે.

મગરની ત્રણેય પ્રજાતિ ધરાવનાર ભારતનું પ્રથમ રાજ્ય ઓડીસા બન્યું, આ ત્રણ પ્રજાતિઓમાં મીઠા પાણીના મગર, ખારા પાણીના મગર અને ઘડિયાળનો સમવેશ થાય છે.

બ્રિટનના ધ લંડન ઇન્ટરનેશનલ સ્માર્ટફોન ફિલ્મ ફેસ્ટીવલમાં સ્માર્ટફોનથી શૂટ કરાયેલ ફિલ્મ ‘મિસ્ડ કોલ’ને BAFTA એવોર્ડ મળ્યો.

કંબોડિયાના વિરાચે નેશનલ પાર્કમાં લુપ્તપ્રાય વન્યપ્રાણી બાર્કિંગ હરણ જોવા મળ્યું.

ઇન્ફોસિસના પૂર્વ CEO એસ. ડી. શિબુલાલ નોકરશાહીમાં સુધારો લાવવા માટેની સરકારના મહત્વાકાંક્ષી ‘મિશન કર્મયોગી’ માટે રચિત ત્રણ સભ્યો વાળી ટાસ્કફોર્સના ચેરમેન નિયુક્ત.

વારાણસીના કમિશનર દીપક અગ્રવાલ ડિરેક્ટોરેટ ઓફ રિલીજીયસ અફેર્સ (DRA)ના પ્રથમ ડિરેક્ટર નિયુક્ત. DRAનું મુખ્યાલય વારાણસીમાં છે.

ઝાંગ જિજેન વિમ્બલડન માટે ક્વોલિફાય થનાર પ્રથમ ચીની ખેલાડી બન્યો.

ભારતના શ્રમ રોજગાર સચિવ અપૂર્વ ચંદ્રાનો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં અન્ના જાર્ડફેલ્ટે તેમનું સ્થાન લીધું. અન્ના UNમાં સ્વિડનના સ્થાઈ પ્રતિનિધિ અને રાજદૂત છે.